શ્રી કોલવા ભગત

શ્રી કોલવા ભગત

શ્રી કોલવા ભગત
દોઢેક સૈકા પહેલાં કાઠિયાવાડના દક્ષિણ ભાગમાં આવેલાં ગામડાંમાંનાં ઘણાખરા માત્ર નેસ જ હતા. તે પણ કેટલાંક તે બહુ નાના હતા. હજી પણ કોઈ કોઈ ગામમાં તે વખતમાં તે જ ગામની સીમમાંથી કાપેલાં ૨૫-૩૦ હાથ લાંબા આડસર મળે છે.

ગોંડલ રેલ્વેના લુણીધાર સ્ટેશનેથી દક્ષિણે ત્રણેક માઈલ પર કોલડા ગામ છે. ત્યાં પ્રથમ માત્ર એક નાને નેસ હતો. ઢોરને પાણી પીવાની સગવડતાવાળું એક નાનું સરખું તળાવ હતું. તેની નજીકમાં આઠ-દસ માલધારી ચરણોનાં ઝૂંપડાં હતાં. એક ઝૂંપડામાં માલદાન, કોલવો અને બહેન સોમબાઈ એમ ત્રણ ભાંડરડાં રહેતાં હતાં. મા-બાપ છ એક વર્ષ પહેલાં ગુજરી ગયેલાં. તે વખતે માલદાનની ઉંમર બારેક વર્ષની, કોલવાની પાંચેક વર્ષની અને બહેન સોમબાઈની ઉંમર ત્રણેક વર્ષની હતી. આડોશી-પાડોશીની સંભાળ નીચે ત્રણે જણ મોટા થયાં. માલદાન અઢાર વર્ષની ઉંમરે પરણ્યો, પણ બાઈ જોઈએ તેવા સ્વભાવનાં નીવડ્યાં નહીં,

માલદાન પોતાના નાના ભાઈ–બહેન પર ખૂબ જ પ્રેમ રાખતો, પણ તેની પત્નીને તે ગમતું નહી’, ને છોકરાં પાસેથી જેમ બને તેમ વધારે કામ લેવામાં જ સમજતાં, માલદાન ઘેર આવે ત્યારે છોકરાંને આરામ મળે, ત્યારે જ કાંઈ વહાલના શબ્દો સાંભળે, વાત્સલ્ય પ્રેમનો અનુભવ ત્યારે જ થાય, પણ માલધારીના ધંધામાં માલદાનને ઘણો ખરો સમય તો બહાર જ રહેવાનું થાય. તેથી ઘણે ભાગે તે. કાલવાને અને સોમબાઈને ઘરનું બધું કામ કરવાનું અને ભાભીની કટ્ટુતા અનુભવવાનું જ મળતું. વરસ- વટોળે કોલવાને માંથે પાડરૂ ચરાવવાનું આવ્યું એ તેને ઠીક ગમતું.

પ્રથમથી જ તે બહુ શાંત સ્વભાવના હતા. છોકરાંની અમસ્થી રમતોમાં પણ ક્યારેક જ ભાગ લેતા. પૂર્વના યોગે રામકથા સાંભળવાનો ખૂબ શોખ હતો, કોઈ સાધુ બાવા આવી જતા તે તેની પાસે રામકથા સાંભળવા દોડતા, નેસમાં કોઈ રામાયણ ભણેલું આવ્યાની ખબર પડે કે તરત તેની પાસે જઈ શાન્ત થઈ તેની પાસે બેસે અને રામકથાનો પ્રસંગ નીકળે તે એક ચિત્તે સાંભળે.

નાનપણમાં તો આ માટે તેને ઠીક સમય મળતો, પણ ભાભી આવ્યા પછી તો તે બહુ મુશ્કેલ થઈ પડયું હતું, તેથી પાડરૂ ચારનાનું કામ મળ્યું ત્યારે ખૂબ ખુશી થયા. તળાવ કાંઠે જઈ બેસે. રામકથામાંથી સાંભળેલા પ્રસંગોનો વિચાર કર્યા કરે. પછી તો છોકરાં ભેગા થાય તેની પાસે પણ એ વાતો કહે. એટલેથી ન અટકતાં ધીમે ધીને કથા પ્રસંગોની રમત રમવા માંડી. છોકરાવને પણ એથી વિશેષ આકર્ષણ થતું અને આનંદ મળતો જોઈ દરજ એ રમત તેમણે રચવા માંડી. જુદા જુદા પ્રસંગ માટે તળાવના ગારામાંથી પૂતળાં બનાવી ખેલ કરે. વિશેષ ભાગે “રામ-રાવણ”નું યુદ્ધ, ‘રામનો વિજય’, ‘રાવનો પરાજય’ વગેરે પૂતળાં બનાવી છોકરાવ બતાવે.

“હાલો તો તમેરી રમત દેખાડા. જો આ મોંળા બાપ રામચંદરજી, આ નાનેરાભાઈ લખમણ, આ વાંદરાને રાજા સુગ્રીવ, આ હનુમાન દડો. આ બધી બાપાની ફોજ, આની ધરે આ ઓલ્યો ઝાંખી રાવણો, આ નાનો ભાઈ કુંભો, આ બધી ઝાખી રાવની સેના. જો જો હો મોળા બાપ,આ ઝાખીને કિયાં માથાં કાપતા સૈ. માળા બાપહી વેર બાંધને ઉભા સૈ તે હમણાં ઝાખી બધા મરે જાવા સૈ.” આમ કહી પૂતળાં સામે જોઈ કહે :

‘લે બાપ, માર ઝાખી હીં-કિસી રમત થાતીસ, પણ બાપ, ઉભો રે. ઉતાવળ મ કરજે. હું ભણે એક, બે અને ત્રણ તાળી પાડા તવ મારજે. લે બાપ થઈ જા તૈયાર’

આટલું બોલી એક, બે અને ત્રણ એમ ત્રણ તાળી પાડે, ત્રીજી તાળીએ પૂતળાં સામસામાં લડી ઊઠે. રાક્ષસના પૂતળાં બધાં કપાઈ જાય, છોકરાં બધાં હસે. કોલવો પણ ખૂબ આનંદમાં આવી જાય, પછી છોકરાને રામકથા થોડે થોડે મોઢેથી કહી સંભળાવે.

આ રમતમાં વાછરૂ ક્યાં ચાલ્યા જાય છે તેની કોલવાને કે બીજા કોઈને ધ્યાન કયાંથી રહે ? વાછરૂપાડરૂ દુર ચાલ્યાં જાય અને ખેતરના ઊભા મોલમાં રંજાડ કરે. આ બુમ ધીમે ધીમે નેસમાં પહોંચી. માલદાનને પણ ઠપકો દેવા એક-બે ખેડુ તેને ઝૂંપડે આવ્યા. માલદાન તો મળ્યા નહી ત્યારે તેની ચારણ્યને સારી પેઠે ઠપકો આપી ખેડુ ગયા.

બીજે દિવસે કોલવો ને બધાં છોકરાં શું કરે છે, પાડરૂ કેમ રેઢાં રહે છે તે જોવા અને રેઢાં વાછરું જોવામાં આવે તો કોલવાને સારી પેઠે સમજ આપવા ભાભી ચાલ્યા. તળાવ કાંઠે રમત રમતા જોઈ ઝાડની ઓથેથી કઈ રમત રમાય છે તે જોવા લાગ્યાં. પૂતળાં થયાં. એક, બેને ત્રીજી તાળી અંદરઅંદર ઝઘડ્યા એ પણ જોયું, કોલવો કંઈ મેલા મંત્ર જાણે છે, કામણ કુટિયો છે એમ બાઈને લાગ્યું. ઘેર આવતાં રહ્યાં. રાત્રે માલદાન ઝૂંપડે આવ્યા. ત્યારે બધી વાત કરી. કાલવાને કાઢી મૂકવા ધાંધલ મચાવ્યું. માલદાનથી નાના ભાઈને કેમ રજા દેવાય ? અંદરઅંદર કજિયો વધ્યો.

કોલવે બહારથી કેટલુંક સાંભળ્યું. પોતા માટે કલેસ થયો છે એ જાણી ભાગી જવાનું મન થયું. પણું જવું ક્યાં ? બાર વર્ષની ઉમર હતી. પોતા માટે ભાઈના ઘરમાં કલેશ થવા દેવો એ પણ બરાબર નહિ. છેવટે ભાગવાનો નિશ્ચય કરી ભાગી નીકળ્યો, કોઈ કોઈને મોઢેથી દ્વારકાની યાત્રાની વાતો સાંભળેલી. રણછોડરાયજી ત્યાં રહે છે, પ્રભુનો એ દરબાર છે એમ તેણે સાંભળેલું. શ્રદ્ધા તો પૂરી હતી જ, તેથી દ્વારકા રણુછોડરાયજી પાસે જવાનો માર્ગ લીધો.

રાતદિવસ ચાલવા જ માંડયું. ધીમેધીમે પૂર્ણ લગની લાગી. ક્યારે દ્વારકા પહોંચીને ‘કરશનજી’. ના દર્શન કરૂં એ વિચારમાં ને વિચારમાં એ જ ઉતાવળમાં ભૂખ પણ બહુ જણાઈ નહીં. કાંઈક જણાઈ તો પણ ખાવાનું તો કંઈ સાથે હતું નહીં. માર્ગમાં કયાં મેળવવું ? એ મેળવવામાં વળી એટલો સમય જાય એ બીકે કંઈ પ્રયાસ જ ન કર્યો. બધા દિવસની લાંબથ થઈ.

સાતમે દિવસે દ્વારકા પહોંચ્યા, “આજ ભણે મું કરશન મોળા બાપનાં દરશન થાહે. બાપ, કીમાં બોલાવ હે ! કીમા વાતું કર હે1 લખમણી મા ૫ણ રહે. મોળા બાપ વે’લો વેલો દરશન દે જે. ઘાંધળાં મોળા બાપનાં.”

દૂરથી મંદિર દેખાતું હતું. શયન આરતી થતી હતી. દૂરથી અવાજ સંભળાવા લાગ્યા : “મોળા બાપના દરબારમાં કિયાં વાજ વાગતાં શે! ઝટ પુગે ને દરહન કરે.” ઉપડતે પગે ચાલ્યા, પણ મંદિરથી થોડે દૂર રહ્યા તેટલામાં દ્વારમંગળ થઈ ગયાં. પૂજારી ભોગળા તાળાં બંધ કરી કુંચી લઈ પોતાને ઘેર જતા હતા. કોલવાએ તેમને જોઈ પૂછયું : “ એ મહારાજ, મોળા બાપ કરસનજીનો દરબાર કિસે સે ? મુ દેખાડતો, ભા ! વાલાજીનાં દરહન કરાવ દે. તોડું ભલું થાસે. કીસે જાઓ મું ભણે ખબર નીસે.”

પૂજારી અડધું પડધું સમજ્યો. “કોણ છો? અત્યારે પ્રભુ પોઢી ગયા. જા આ દેવળ દેખાય. સવારે વહેલાં દરહન થશે. વહેલો આવજે. અત્યારે ક્યાંક પડ્યો રહે.” કહી પૂજારી ચાલતો થયો.

કાલવાને બહુ દુઃખ થયું. મંદિરે આવીને બહારના દરવાજે ઊભા ઊભા રોવા લાગ્યા. “ બાપુ, બારણાં કીવાં બંધ કરે દીનાં ? વાલાજી તોળા દરહન હારૂ દોડે ને ઈ તાં ભણે બારણાં બંધ કરી ને પોઢી ગીયો ? કોલવાની વાટ તો જેવી તી, બાપ ! એવો નિર્દય કેવેથી થીઓ ?

પહેરાવાળા ભૈયાની નજર પડીઃ “કૌન હે.? યહાં સે ચલે જાઓ. સુબહમે આના, ઈસ વખત દરસન–બરસન કુછ નહીં હોતે હૈ’. જા ભાગ યહાંસે.”

કોલવાજી તો બીને ચાલી નીકળ્યાં. મંદિરની પાછળ આવી નિસાસો નાખીને બેઠા “મોળા બાપના દરબારમાં તો ઈદો, પણ બા૫ મું થાકે ગીઓ તો. વાર થૈ. ઈમી ખબર મું નો’તી કે વાલોજી વેલા પોઢી જાતા સે. રાત કી કરે” કાઢવી! ઠીક બાપ, આસે પડું રીઆ.”

કયારે સવાર થાય ને દર્શન થાય એ જ વિચાર કરતાં મંદિરની પાછળ બેઠા. થોડીવારે મંદિરમાંથી કાંઈ અવાજ આવતો સંભળાયો. કોલવોજી તરત સચેત થયા.

“મોળો બાપ હજી જાગતો સૈ, બાપ વાતું કરતો સૈ. તો વાલાજી મોળી ખબર લેને, મોળા બાપુ મુ કેવા સારે આવે બીહારી રાખ્યો ? એ વાલાજી કરસનજી ! તોળો કોલવો આસે અંધારામાં બેઠોંસે ને તું બાપ બારણાં બંધ કરે ને વાતે કરતો સૈ.”

તરત અંદરથી અવાજ આવ્યો: “કોલવા” મંદિરના દરવાજે આવો. ત્યાંથી અંદર અવાશે ને દરશન થશે.”

“કોણ મોળો બાપ બોલાવતો સે”

“હા કાલવા, ઉઠીને મંદિરને દરવાજે જાઓ. !”

“મું તો થાકે ને આશે બેઠો સાં. બાપુ, મું કેવેથી ઊઠાડતો સૈ? આશે જ દરહન દેને વાલાજી!

“એમ નહીં કોવાજી, તમારા પગ સાજા છે તે આટલું તે કરો. દરવાજે જાઓ.”

‘ ‘ઈ’, આઠ આઠ લાંધણ કરે ને ઇદા તું બારણાં બંધ કરે ને બેઠો. થાકે ને માંડ આશે બેઠે સાંતો ભણતો સૈ: પગ ભાંગી ગીઆ સૈ ? હા બાપ, મોળા પગ ભાંગી ગિયા સે, દહન દેવાં હોય તે આસે દે. નીકર ભલે કોલવો મરે જાય. લે બાપ થા રાજા”.

કુહાડી હતી તે મારી. બંને પગ ગોઠણથી ભાંગી નાખ્યા. તરત કડડ અવાજ થયો. એકદમ આખું મંદિર ફર્યું તાળાં–ભોગળો ઊઘડી ગયાં અને કોલવાને શ્રીપ્રભુનાં દર્શન થયા.

“ધાધળાં મોળા બાપ કરસનજીનાં ધાંધળાં, લખમીજી, મોળી મા, તાળાં ધાંધળાં.”

“આવો કાલવાજી આવો.”

“આવો મોળા બાપ, ખમ્મા વાલાજી” કહી નમન કર્યા ને ઈચ્છા પૂર્ણ થઈ, પ્રાર્થના સફળ થઈ, શરીર માત્ર રહ્યું તે પથ્થરનું થઈ ગયું,

માલદાનને કોલવાજી ઘેરથી ચાલ્યા ગયા છે તેની ખબર સવારે થઈ, પણ “છોકરૂં છે, આજુબાજુ રખડીને પાછા ઘેર આવશે” ધારી થોડા દિવસો શોધ ન કરી. પાંચેક દિવસ થયા. કોલવો તે ન આવ્યા ત્યારે ગોતવા નીકળ્યા. પૂછતાં પૂછતાં ખબર મળતી ગઈ તે પરથી દ્વારકા પહોંચ્યા. કહી તેવી નિશાનીવાળો છોકરો આવેલો. તેને પ્રભુના દર્શન થયા અને તેનું શરીર પથ્થરનું બની ગયાનું સાંભળ્યું,

મંદિરે ગયા. પથ્થરના બની ગયેલા શરીરને ઓળખ્યું. તે મૂર્તિને પોતાને નેસ લઈ જવા આગ્રહ કર્યો. પણ તેમ કરવાની પરવાનગી ન મળી, એથી ત્રણ દિવસના ઉપવાસ કર્યા. ત્રીજે દિવસે સ્વપ્ન આવ્યું કે કોલવજીની એવી જ બીજી મૂર્તિ તેના નેસ પાસેના તળાવમાંથી નીકળશે. નેસમાં આવી તળાવમાંથી બધા ચારણો સામે મૂર્તિ કાઢી નાનું સરખું મંદિર બનાવી તેમાં તે પધરાવી. અત્યારે પણ કોલડામાં કોલવાજીનું મંદિર છે. તે જ તળાવમાંથી નીકળેલી મૂર્તિ ત્યાં પૂજાય છે.

સંદર્ભ – ઉર્મિનવરચના
સાભાર- વિરમદેવસિંહ પઢેરિયા
(~(~(~ આહિર દેવરો અને આલણદે ~)~)~)

(~(~(~ આહિર દેવરો અને આલણદે ~)~)~)

(~(~(~ આહિર દેવરો અને આલણદે ~)~)~)

શેત્રુંજી નદિ ને કાઠે પંખીના માળા જેવુ ગામ આહિરો ની વસ્તી હરહુર આહિર કરીન ગામ નો મુખી લાડકોડ મા ઉચરેલી એક દિકરી આલણદે ઈજ ગામ મા એક વિધવા આહિરાણી નો દિકરો દેવરો બેયને બાળાપણ નુ પ્રીતુ બંધાણી છે ભેગા પાડરુ ચરાવાજાય બેય ભેગા રમી ને મોટા થયા.....

પચીતો આલણદે ક્યારેક ભાયુનુ ભાતલય ને જાય દેવરો ભેહુ ચારે નજર થી નજર મળીલ્યે નજર થી વાતુ કરી લ્યે ઈતો મર્યાદા વારો જમાનો કોયની બેન દિકરી ને એકલુ વગળા મા મળાય નય બેય ની પ્રીત ની ચરચા ગામ મા થાતી અને......
 હરહુર આહિર ની ઈચ્ચા હતી જ ભલે દેવરાને ઘર મા બોવકાય છે નય પણ મને ભગવાને ઘણુ આયપુ છે થોડિક જમીન દય થોડિક ભેહુ દય પણ આલણદે ના માં ની ઈચ્ચા સારા ઘેરે પરણાવા ની હતી સબંધ થાવા નો દિધો અને....

અને ખુબ સંપતીવાન એવા ઢોલરા આહિર સાથે આલણદે નો સબંધ કરે છે દેવરા ને ખબર પડિ આદણ નો સબંધ બીજે થયો છે પચીતો ક્યારેક આલણદે ભાયુ નુ ભાતલય ને જાય દેવરા ને ખબર પડે આજ આલણ ભાતલય ને આવે છે એટલે પોતાની ભેહુ લય બીજી દિશા મા વોયો જાય નજર મળે નય મર્યાદા ટુટેનય સમય જાતા ઢોલરા ની જાન એકદિ હરહુર આહિર ના આંગણે આવી ઢોલરો આહિર અડિખમ સંપતી વાન પરણવા આવે છે કોયલ ને શરમાવે એવિ આહિરાણીયુ આલણદે ને લાડલડાવે છે જાન ના સામંયા થયા.....

આલણદે ઘરની ઘર ની બારી યેથી જાન ને જોવે છે એમા દેવરો ઉભો છે મેલા ઘેલા લુગડે આલણદે બારી માથી દેવરા ને બોલાવે છે એટલુ કિધુ દેવરા

ભાઠાયેય ભમે અને આ રુપાળાય ચુક આ ડોલરીયો થઈને
તુ માણ ને માંડવ દેવરા.......

તને મેલે લુગડે જોય મને દુખ થાય તુ ઉજળા લુગડા પેરી માંડવે આવને દેવરા યે કિધુ આલણ હવે ભુલી જા વિધી ના વિધાન કાંક નોખા માંડા હસે એમ કય દેવરો હાલતો થાય છે આલણે કિધુ....

ટોળા માથી તારવે અને જેમ ઢાઢુ નદિયે ઢોર..
એમ ચીતડુ અમારુ ચોર આજ દોરી ન દિધુ દેવરે...

બાપની આબરુ સાચંવા દિકરી ચોરીયે ચડે છે ખોરીયુ પરણવા જાય છે જીવ તો દેવરા પાસે છે મંગળ ફેરાફયરા પસી કંસાર નુ આલણ ને કેય ત્યારે આલણે કિધુ સાહેલી બેનુ....

ચોરી ને આટા ચાર અને હુતો ભળભળ તેદિ રુયેભરી..
પણ કેમ જમુ કંસાર..
મારે દખ રે. માને દેવરો....

દેવરાયે ખાધુ નો હોય અને હુ મીઠુમોઠુ કેમ કરુ પરણી ને જાન રવાના થાઈ છે દેવરો સીમમા ઉભો છે  નજર થી વાતુ કરે છે દેવરો કે છે....

સજણા સીધાવો સાસરે અને લીયો ને લાખેણા લાવ..
આ દેવરા કેરા દાવ મારે
    મારે કરમે અવરા પયળા....

દુહો કય દેવરો દાત કાઢે છે આલણે કિધુ

દેવરા દાત નો કાઢ અને આપણા દેખસે
આ હસવુ ને બીજી હાણ..
  આતો વાતુ આપણી વેળસે....

જાન આગળ હાલી જી આરે બેય ભેગા થાતા ત્યા રમતા વિરડો ગારતા ત્યા આદણ વિરડો ગારે છે

વેરુ મા વિરડો આ ખુંયદો ખમેનય વિર આછા
 આવજો નીર મારે જે દૈસ ઉભો દેવરો....

જાન ઘેરે આવે છે હામૈયા થયા આતો શ્રીમંત ખોરડુ હતુ જામગરી ના ભડાકા થયા તલવારની પટા બાજી થાય છે
 ઘોડા ખેલવાય છે આહિરો આનંદ કરે છે પણ આલણદે નુ ક્યાય ચીત નથી એમા જ્યા રે ફુલદડે રમવાની વાત આવિ આલણે કિધુ...

સામૈયા ના સુર અને મને ફુલદળો ફાવે નય
આ દેવરો મારે દુર..
     હવે ઢોલરે મન ઢળે નય....

આતો બાપ ની આબરુ સાચવવા પરણી ને આવિ મનમા કેય ઢોલરા હારે મારે કાય લગાવ નથી ઓરડા ની અંદર આલણ આઈવા છે ચીત તો છે નય ખોરીયુ છે ઢોલરો હાથે ઢોલીયો ઢારવા ગયો આલણે કિધુ...

ઢોલા ઢોલો ન ઢાળ અને
  ઢોલે મન ઢળ સેનય.......

ઢોલો મનાવે છે આલણ લાવ તારા માથા મા ફુલ નાખી દવ તારો ચોટલો ગુથી દવ આલણ આંસુડા પાળતી બોલે છે...

ચોટો ન ચારજ હાથ
   આતો ગુઢા માણ નો ગુથેલ......

ઈતો દેવરે ગુયથો છે ઢોલા તારા થી ગાઠ ન સુટે સવાર પડે છે
સાસુ યે ભાત ચોખા કયરા છે લે આલણ મીઠુ મોઢુ કરી લે આલણે સાસુ સામે જોય કિધુ આપણે સાસુ ને ફુય ક્યે ફુય

આ ઉના ફણફણ તા મને ભોજની યા ભાવે નય
કારણ હેતુ હૈયા મા..
   દાજે સુતેલ દેવરો......

ઉના ભાત હુ નો ખાઈ સકુ દેવરા ને દાજ લાગે રીવાજ પ્રમાણે પાણીનુ બેળુ લઈ આલણ ને મોકલે છે કુવા ને કાઠે બેઠી છે સવાર થી સાંજ પડિ ગય આલણ ઘેરે આવે છે સાસુ યે કિધુ આટલી વાર કેમ લાગી સાંજ પડિ આલણ કે છે

આ શીચણ ચાલીસ હાથ પણ પાણી યે પુયગુ નય
આ વાલમ ની જોતા વાટ..
      આજ દિરે અથમાયવો  દેવરે......

ઢોલરા ને એમ થયુ ઓહો બે સારસ ની જોડિ ને હુ નોખા પાડુ છુ મને પાપ લાગસે એકદિ ગાડુ જોડિ ઢોલરો દેવરા ને આંગણે આવે છે અને કિધુ દેવરા આલે આ તારુ હપેતરુ છે તમ ને જુદા નો પાડિ સકિયે મને ખબર નોતી એટલે હુ તમારા બેય ની વચ્ચે આયવો મને માપ કર જે...

અને દેવરા યે પોતા ની બે બેનુ છે ઈ ઢોલરા સાથે પરણા વી
ઢોલરા દિકરી યુ દેવાય પણ વવારુ દેવાય નય આ એક ને હાટે બે જાય તોય ઢાલુ માંગે ઢોલરો ....

ઢોલરા તારુ મારી માથે રુણ રઈગયુ છે બે બેનુ પરણાવુ છુ તોય હુતો બેન દવસુ અને તુતો મને સુખી જોવા માટે વવારુ દેસો....

દિકરીયુ દેવાય પણ વવારુ દેવાય નય
   આ એકને હાટે બે જાય..
તોય ઢાલુ માંગે ઈ ઢોલરો........?

આવા પ્રેમી યો
શુરા વો સતી યો જતી યો આજ પણ આ ધરતી ઉપર અવત રે એવી પ્રાથના સાથે
    🚩 જય મુરલીધર 🚩
     🚩જય માતાજી   🚩

(~લખવા મા ભુલ હોય તો સુધારી ને વાંચવુ~)
ગમે તો લાઈક અને શેર જરુર કરજો
લોડાઈની અન્નપૂર્ણા લીરલમા (આહિર)

લોડાઈની અન્નપૂર્ણા લીરલમા (આહિર)

લોડાઈની અન્નપૂર્ણા લીરલમા (આહિર)

નેક ટેક વિવેક ને અબદ ભરપુર
આહીર વંશમાં જતી સતીને શૂર
પૂજાતા કઈ પાળિયા શૂરા ખેલતા જંગ
કચ્છ તણા ઇતિહાસમાં આહીર છે અડભંગ

કચ્છ આહીર સમાજના જ્ઞાતિ રિવાજ મુજબ વર્ષ દરમિયાન વૈશાખ વદ-13નું એક જ વખત લગ્નનું મુહુર્ત આવતું હોય આહીરોના ગામોમાં ઘેર ઘેર લગ્નોના ગીતો ગવાતા હતા. કચ્છમાં આવેલ લોડાઈ ગામ પણ લગ્નના રંગે રંગાતા ઘેર ઘેર આનંદનો માહોલ રચાયો હતો. લોડાઈ ગામના આહીર આગેવાન રાયમલ પટેલના આંગણે તેની લાડકી દિકરી લીરલબાઈનો લગ્નપ્રસંગ ધામધૂમથી ઉજવાય રહ્યો હતો. જાનનું ધામધૂમથી સામૈયા કરતા વરરાજા માંડવે પધારતા વર તથા કન્યા પક્ષની બહેનો લગ્નગીતોની રમઝટ બોલાવી રહી હતી.
ગોર મહારાજે ગીતોની રમઝટ વચ્ચે ‘કન્યા પધરાવો, સમય વર્તે સાવધાન’નો પોકાર કરતા મામા પોતાની ભાણી લીરલબાઈને માંડવે તેડી લાવવા ઓરડામાં ઉતાવળે દાખલ થતા તેમને ઓરડો ખાલી દેખાયો હતો. ઓરડામાં લીરલબાઈ જોવા ન મળતા ઘરમાં શોધખોળ શરૂ થતા કોઈએ તેમને મેકરણદાદાના ધુણા તરફ જતા જોયા હોવાની ધીમેથી વાત કરી હતી.
ધાર્મિક સંસ્કારો વચ્ચે ઉછરેલા લીરલબાઈ મા-બાપ સાથે બચપનથી મેકરણદાદાના આશ્રમમાં જતા હોય સૌ વિચારવા લાગ્યા કે લીરલબાઈ લગ્ન પહેલા મેકરણદાદાના ધુણે આશીર્વાદ લેવા પહોંચી ગયા લાગે છે. પરંતુ લગ્નનું મુહુર્ત વિતતું જોઈ રાયમલ આહીરે પોતાના દિકરાને આશ્રમ દોડાવ્યો હતો. પરંતુ લીરલબાઈને આવતા મોડું થતા માંડવા નીચે બેઠેલા સગાસબંધીઓને ઊંચાનીચા થતા જોઈ બીજા સગાઓ પણ આશ્રમ તરફ દોડ્યા હતા. લગ્નના ચોઘડિયા વિતતા જોઈ ગોરમહારાજ ઉતાવળા થયા હતા, ત્યારે જાનડીયું મધુર ગીતોની જગ્યાએ માંડવે કાનાફુસી શરૂ થતી જોઈ રાયમલ આહીર મુંઝાતા તે ચિંતાતુર ચહેરે મેકરણદાદાના આશ્રમે પહોંચ્યા હતા.
મેકરણદાદાના આશ્રમે ઉતાવળે  રાયમલ આહીર આવી પહોંચતા તેમણે પોતાની વહાલસોય દિકરી લીરલબાઈ સોળે શણગાર ત્યજી બે હાથ જોડી અશ્રુભરી આંખે શિષ્યા તરીકે સ્વીકાર કરવા મેકરણદાદાને વિનવી રહ્યા હતા. ત્યારે મેકરણદાદા સંન્યાસી જીવનની મુશ્કેલીઓ, કઠોર સાધના અને ભિક્ષાવૃત્તિથી જીવન જીવવાના ભય સ્થાનો બતાવી સંસારનો મહિમા સમજાવી રહ્યા હતા. પરંતુ આહીરની દીકરી લીરલબાઈ પારોઠના પગલા ભરવા તૈયાર ન હતા. રાયમલ આહીરે પરિવારના સભ્યો અને સગાસંબંધીઓ સાથે લીરલમાને  ખૂબ સમજાવ્યા છતાં તેઓ પોતાના નિર્ણયમાં દ્રઢ રહ્યા હતા. એ જોઈ રાયમલ આહીરે પોતાના વેવાઈ સાથે મળી લીરલમાને ભગવો ભેખ ધરવાની મંજૂરી આપી હતી.
લગ્નદિવસે સંસારનો ત્યાગ કરી સંન્યાસનો ભેખ ધરનાર લીરલમાએ બીજા દિવસે ખંભે કાવડ મૂકી ગરીબ-ગુરબા અને ભુખ્યા લોકો માટે ચાલતા મેકરણદાદાના અન્નક્ષેત્રમાં મદદરૂપ થવા ભિક્ષાવૃત્તિ કરવા નીકળી પડ્યા હતા. ગઈકાલ સુધી પોતાના આંગણે ગરીબોને ભાવથી ખવરાવતા લીરલમાને આજ પોતાના આંગણે ખંભે કાવડ લઈ ભિક્ષા માટે આવેલા જોઈ તેના માવતર ભાવવિભોર થઈ ગયા હતા.
મેકરણદાદાના સેવા કાર્યોની જવાબદારી માથે ઉપાડી લેનારા લીરલમા લોકોની સેવા કરવા સાથે પ્રભુ ભજનમાં લીન રહેતા હોય તેમની ભક્તિની સુવાસ ચારેબાજુ ફેલાવા લાગી હતી. એક વખત હિંગળાજ માતાજીની યાત્રાએ નીકળેલા સાતસો સાધુઓની જમાતે લીરલમાના અન્નક્ષેત્રની વાતો સાંભળી લોડાઈમાં આવેલા મેકરણદાદાના ધુણે અર્ધીરાતે આવી ધોળીદાળ - કાળીરોટીની માંગણી કરતા યોગમાયા સ્વરૂપ લીરલમાએ પળનોય વિલંબ કર્યા વગર થોડા સમયમાં જ માંગ્યા મુજબના ભોજન તૈયાર કરી સાતસો સાધુની જમાતને એક પંગતમાં બેસાડી માલપુઆ – ખીર પીરસતા સૌને ભરપેટ ભોજન કરાવી ચમત્કાર સર્જ્યો હતો.
લીરલમાએ પોતાના જીવનકાળ દરમિયાન મેકરણદાદાના માર્ગે ચાલી તેમના શિષ્યા તરીકે દીનદુ:ખીયાઓની સેવા સાથે આહીર સમાજમાં એકબીજા મળે ત્યારે ‘રામ રામ’ બોલવાનો રિવાજ શરૂ કરાવ્યો હતો. એ સાથે કચ્છના ગામોમાં ઠાકર મંદિર, ચોરો અને પીયાવા સાથે પશુઓ માટે પાણી પીવાનો અવાડો બાંધવાની શરૂઆત કરાવી હતી.
મા જગદંબાના અવતાર ગણાતા  લીરલમાના સુચનને આદેશ માની માથે ચડાવતા કચ્છ આહીર સમાજે વાડાભેદ ભૂલી એકત્ર થઈ સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરી વિકાસના માર્ગે આગળ વધતા આહીરોના ગામોમાં ઠાકર મંદિર, ચોરો અને પીયાવાઓ બંધાવી સંગઠીત થયા હતા. મેકરણદાદા આહીર સમાજને ખૂબ જ પ્રેમ કરતા હોય તેઓ હંમેશા કહેતા,
આયર મુંજા અવરકંધા, સચ્ચા થયા સુજાણ;
તેની તે આજ જુગજી મૂંકે, આગુજી ઓળખાણ.
ધનમેં કે જવું ઢૂસિયું, ધન આયરાં લોટ;
મોડ બંધા મંઝી એં, સત ગુરૂજી ભેટ.
નેક ટેક વિવેક ને અબદ ભરપુર,
યાદવ આહીર વંશમાં જતી સતીને શૂર.
પૂજાતા કઈ પાળિયા, શૂરા ખેલતા જંગ,
કચ્છ તણા ઇતિહાસમાં આહીર છે અડભંગ.

મેકરણદાદાએ કચ્છમાં આવેલા ધ્રંગ ગામમાં વિક્રમ સંવત 1786 (ઈ.સ. 1729)માં પોતાના બાર શિષ્યો સાથે જીવતા સમાધિ લીધેલ હતી તેમાંના એક લીરલમા હતા.
આયરોની ઉન્નતિ ઇચ્છી લીધો ભેખ;
આશિષ આપી અંતરથી, ધનધન છઠ્ઠીના લેખ.
ચું પર શોભા કરે, બાર જણાની સાથ.
ડાડા મેકરણ સાથે સમાધિ લેનાર આહીર શિષ્યો
( 1 ) માતા લીરલબાઈ
( 2 ) કાંધા આહીર
( 3) વીઘા આહીર

જય ડાડા મેકરણ
જય લીરલબાઈ માઁ
જીનામ
🔰શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ🔰

🔰શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ🔰

🔰શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ🔰

આઈ શ્રી “મોગલ માઁ” નું મંદિર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે. જે “મોગલધામ” તરીકે ઓળખાય છે. આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું અનેરૂ મહત્વ રહેલુ છે. તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં “આઈ મોગલ” બેઠી છે. આ ગામ જ્યાં ‘આઈ મોગલ’ હાજરાહજૂર છે. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા ‘માઁ મોગલનું’ ધામ. તો ચાલો જાણીએ આ મોગલધામ ભગુડાનો ઇતિહાસ.

શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ

બપોર નું ટાણું, સુરજ નારાયણ ઉપર આવેલા. ચૈત્ર-વૈશાખ નો ખુબ જ તાપ, એવે ટાણે અઢાર વરસની ની એક રાજપૂતની કન્યા નામ એનું સુજાનબા.. ગામની સીમમાં પોતાના બાપુને ભાત દેવા માટે રાજપૂતની દીકરી એકલી નીકળી છે…પણ રાજપૂત અને ચારણ ની દીકરી હોય એને પોતાની મર્યાદા ની ભાન હોય એ સ્વાભાવિક જ હોય. પણ રૂપ ,ગુણ, અમીરાત,ખમીરાત, ચારિત્ર ,લાજ સતીત્વ… આ બધું ભેગુમાલી એક રૂપમાં સામે ને હાલ્યું જાતું હોય એવી રાજપૂતાણી લાગતી હતી. ધીરા ધીરા ડગલાં ભરતી જાય, ક્યાંક પોતાના માવતરે આપેલી શિખામણો ને યાદ કરતી જાય, પોતે ક્ષત્રિયાણી છે એ વાતના અભિમાન માં હરખાતી જાય.વળી ક્યાંક ચારણ આઇ ની ચરજુ ગણગણ્યા કરે છે…

અઢાર વરસની રાજપૂત ની દીકરી ધીરી ધીરી ડગલાં ભરતી એકલી હાલી જાય છે. એમાં પાછળથી ઘોડલાં આવતા હોય એવો અવાજ સંભળાણો.. અવાજ કાને પડતાં સુજાન ઘોડાઓને જગ્યા આપવા રાજપૂતની દીકરી પડખે હટી ગઈ. પણ ઘોડા આગળ ના નીકળ્યા પણ એ રાજપૂત દીકરી ને ફરતે ગોળ કુંડાળામાં ઉભા રઇ ગયા… ઘોડેઅશ્વર ના લીલા વેશ છે. મોટી દાઢીયું છે…. આવા ઘોડેઅશ્વરો રાજપૂત ની દીકરીને કૂંડાળે લીધી છે અને ઈ દળના મોભીએ (નવાબે) દીકરીને પૂછયું કે તું કોણ છો અને ક્યાં જાઓ છો?

ત્યારે દીકરી બોલી મારું નામ સુજાનબા છે . મારા બાપુનું ભાત લઈને જાઉં છું. નવાબ:- આવા તારા રૂપ અને ઉઘાડે પગે આવા ધોમ તડકામાં તું તારાબાપ માટે ભાત લઈને જાય એ સારું ના લાગે… આવા રૂપ તો કડીની હવેલી માં શોભે રાજા ને બંગલે શોભે. આટલી વાત સાંભળતા સુજાનબા સમજી ગઈ કે નવાબ ની નજર અને કહેણ શું છે અને શુ કહેવા માંગે છે. એણે સમજદારી પૂર્વક જવાબ આપ્યો… આપની વાત સાચી પરંતુ કોઈ દીકરી નું માંગું નાંખવું હોય તો એના બાપ પાસે વાત કરાય. અમારે રાજપૂતોમાં મર્યાદાનું પાલન કરવું પડે..

નવાબ બોલ્યો ક્યાં છે તારો બાપ, એનું નામ શું છે ? સુજાનબા: – મારા બાપુ વગડામાં ગાયું ચરાવે છે. એમનું નામ સુરસિંહ વાઘેલા છે. તમે ત્યાં ચાલો… આગળ સુજાનબા ચાલે છે એની પાછળ નવાબ નું બાર જણાનું ટોળું હાલતું આવે છે… આ બાજુ ઘોડાનો અવાજ સાંભળતાં ઝાડને છાંયે સુતેલા રાજપૂતને કાને પડે છે અને સામે નજર કરતાં આગળ સુજાનબા એની પાછળ મુસલમાનોનું દળ આવતું દેખાતા સૂરસિંહ પોતાની દીકરી ને પૂછે છે.. બેટા સુજાન આ કોણ છે ?

ત્યારે સુજાનબા બોલ્યા બાપુ આતો મેમાન છે! સુરસિંહ: – બેટા આવા મેમાન ? સુજાનબા: -હા બાપુ આપણા રાજપૂત ના ઘરે કોકદી આવા મેમાન પણ હોય ને કોકદી ઓલા મેમાન પણ હોય. સુરસિંહ: – બેટા…. આ મેમાન જોધપુર ના રાજાને પોસાય હું સુરસિંહ વાઘેલા છું મને આ ના પોસાય. જોધા ને અકબર પોસાય બાકી મારી દીકરી જો કડી ના બાદશાહ ને ત્યાં હોય તો હું રાજપૂતાણી ના પેટનો ના કહેવાઉં.. !! સુજાનબા: – બાપુ પણ લગન તો દેવા પડશે!.. સુરસિંહ: – તોય દેવા પડશે બેટા? સુજાનબા: – હા બાપુ… આટલી વાત સાંભળી સુરસિંહ ને થયું કે મારી દીકરી કોઈ દિવસ આવી વાત ના કરે પણ એણે કૈંક રસ્તો શોધ્યો હશે..

દીકરી ની વાત માની સુરસિંહે લગનની તિથિ આપી… કે આ તિથિએ તમે જાન લઈને આવજો.. અહીંથી બાદશાહ નું દળ કડી જવા રવાના થાય છે અને બાપ દીકરી પોતાના ઘરે પહોંચે છે. સાંજે સુરસિંહ પોતાની દીકરી ને પૂછે છે? બેટા શું વિચાર્યું છે તે? ત્યારે સુજાનબા એટલું બોલ્યા બાપુ રાજપૂતને વિચારવાનું ના હોય!.. નિર્ણય લેવાઈ ગયો હોય.. સુરસિંહ: – બેટા મનેતો મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી લાગતો… હવેતો બાપ દીકરી બેઉને ઝહેરઘોડાવા સિવાય બીજો ઉપાય નથી લાગતો.. સુજાનબા: – ભલે બાપુ ઝહેર ભલે ઘોળી લઈએ.

પણ બાપુ દરિયા બાજુ એક – બે અવાજ કરીયે તો? મારી માં કાયમ દરિયા બાજુ ધૂપ ફેરવતી ને નાનકડો કાળા કપડાનો કટકો રાખતી. પણ બાપુ મને એનું પૂરું નામ નથી આવડતું.. સુરસિંહ: – પણ દીકરી દરિયા બાજુ તો દ્વારિકાવાળો રહે છે અને બેટા એ આવે ત્યાં સુધી તો બઉ મોડું થઈ જાય.. દ્રૌપદી નો સાળી નો છેડો દુઃશાસન તાણાતો હતો પણ એ છેક કેડ થી છેડો નીકળવાની તૈયારી હતી ત્યારે ચીર પૂર્યા. બેટા એ ભીષ્મપિતામહ જોઈ શકે હું ના જોઈ શકું… સુજાનબા:- હા બાપુ આપની વાત સાચી પણ હું એનું નથી કેતી. સુરસિંહ: – તો બેટા આપણે મોત ને મીઠું કરી લઈએ… આના
સુજાનબા: – પણ બાપુ મારી માં કાયમ કહેતી હતી કે જેદી રાજપૂતો ને મર્યાદાના સંકટ પડે તેદી ચારણ ની ડોશીયુંને યાદ કરવા જોઈએ …. એ આઇયું ને યાદ કરે એને મરવાનું ના હોય આઇયું આપણી વારે જરૂર આવશે.. હું એની વાત કરું છું બાપુ. સુરસિંહ: – બેટા એ કઈ માંજીની તું વાત કરે છે!! સુજાનબા: – મને એ આઈનું નામ યાદ નથી, પણ એ દરિયા કાંઠે બેઠી છે… મને એનું નામ નથી યાદ આવતું. (વાત કરતાં અચાનક આઇનું નામ યાદ જીભેથી નીકળે છે) બાપુ એ આઈ મોગલ …. મોગલ …. મોગલ … હા બાપુ એનું નામ મોગલ છે.

મારી માં કાયમ કેતી હતી કે એ ભગવતી કાયમ સહાય કરશે અને કાયમ આઈ ની ચરજૂં ગાતી… આટલી વાત કરતાં સુજાનબા ની ભુજાઓ ફરકવા મંડી, શરીર આખું ધ્રુજવા મંડ્યું…. કારણકે અંતરથી જેદી સાદ થાય ત્યારે માણસ નું રોમેરોમ કૈંક અલગ જ વર્તન કરતું હોય છે… અહીં વિરમગામ નજીક માં નાનકડા ગામની રાજપૂતાણીની દીકરીના અંતરનો સાદ સુણી.. આઈ મોગલ ઓખાથી રવાના થયાં અને પલ ભર માં કડી ના બાદશાહ ને ત્યાં પહોંચ્યા.. કડીના બાદશાહ ને ઢોલીયેથી હેઠો પછાડ્યો. ત્યારે બાદશાહ ના મોઢેથી હે “માં” શબ્દ નીકળ્યો…

માં શબ્દ સાંભળતા આઈ મોગલે કહયું “માં” કહ્યું છે એટલે મારતી નથી, તું ભાગ… તને ખબર પડે કે કોઈઉપર કપરી મીટ(નજર) માંડવાના શું પરિણામ આવે છે… કડીનો બાદશાહ પોતાના મહેલ થી ભાગવા મંડ્યો એની પાછળ મોગલ માં ચાલતા જાય છે….. જંગલો, નદિયોં, ડુંગરાઓ, શહેરો… આ બધું પાર કરતો બાદશાહ ભાગતો જાય છે… ક્યાંક ઉભો રહે એટલે મોગલ માં આવતી દેખાય છે… ત્યારે કાગબાપુ નું એક ગીત યાદ આવે…. “બાઈ તારા છોરું ને સંતાપ્યા ને દેવળ દુભાવ્યા … એ …. આઈ તેદી ભેળિયો ઉતારી ને ભેઠ તેં વાળી રે.. મચ્છરાળી મોગલ…. આઈ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીયે…. ”

ખુબજ ભાગતા આગળ ગોહિલવાડ ના એક ગામમાં બાદશાહ પહોચેં છે… ગામજનો ને પોતે કડીનો બાદશાહ છે એવી બીક બતાવી અને કહે છે કે પાછળ કોઈ બાઈ આવે છે એને નો કહેતા કે હું અહી સંતાણો છું અને તમે લોકો આખા ગામને તાળા મારો… બાદશાહની વાત માની ગ્રામજનો પોતાના ઘરોને તાળા મારે છે.. પાછળથી માતાજી આવીને બાદશાહ ક્યાં છે એવું પૂછે છે તો ગામલોકો ના પાડે છે કે અહીં કોઈ નથી આવ્યું…

પણ માતાજી બધું જણાતા હોવાથી એક પછી એક બધા બંધ દરવાજા ને તોળાતાં જાય છે અને બાદશાહ જે ઘરમાં છે એનું તાળું સૌથી છેલ્લે તોળે છે…. બાદશાહ પગે પડી માતાજીની માફી માંગે છે અને બીજીવાર આવી ભૂલ નઈ કરે આવું વચન આપે છે … “માં” શબ્દ સાંભળીને માતાજી તેને માફ કરી જવા દે છે… બાદશાહ ના ગયા પછી માતાજી ગામમાં ઉભા છે…. આઇનું રૂપ ફરી ગયું છે, ભુજાઓ ફરકે છે.. આખા ગામને ભેગું કરી આઈ કહે છે કે આજ પછી આ ગામ માં કોઈ તાળું નઈ મારે… આઈની આ વાત સાંભળી ને ગામજનો કહે છે કે માં જો તાળા નઈ મારીએ તો અમારા માલ -સામાન ની રક્ષા કોણ કરશે?

આઈ કહે છે કે તાળા તો ઠીક પણ દરવાજા પણ બંધ નઈ કરો તોપણ ચાલશે અને જો કોઈ તમારો સામાન ચોરી કરશે તો હું એની આંખોની બોટિયું બારી નો કાઢી નાખું તો હું મોગલ નો કેવાવ…. આ તમને મારું વચન છે અને આજ પછી આ ગામનું નામ “ભગુડા” રાખજો.. કારણ કે બાદશાહ ભાગીને અહી આવ્યો છે.  બાદશાહ ભગોડો કેવાયો એટલે આજથી આ ગામનું નામ ભગુડા રહેશે. તમારી રક્ષા કરવા હું કાયમ અહી બેઠી છું… એવું કહેવાય છે કે ત્યારથી આઈ ભગુડા બિરાજે છે… આજ પણ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આઈ મોગલ નું ભવ્ય મંદિર છે…. જ્યાં આજેપણ માતાજી હાજરાહજૂર છે.. ફક્ત આપણને શ્રદ્ધા હોવી જોઈએ…..

“હૈયાના ભાવથી જો કરો હાકલો , તો ઢીંગલા ચિંથરા તણાં ધૂણે ”

એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાશ, ત્રિલોકને શાતાહ આપતું તેજસ્વી ભાલ, ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન, ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવતા ‘આઈ’ ના નયનો. ‘આઈ મોગલનું’ આ સ્વરૂપ જોઈને સુર નર મુનિ, સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે. “માઁ મોગલ” પારંપરિક પૂજા- અર્ચના કરવામાં આવે છે. અહીં માઁ ના ધામમાં ભક્તો દૂર દૂર થી આવે છે અને માઁ ને ‘લાપસી’ નો પ્રસાદ ચઢાવે છે. અહીંયાં લાપસી નો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે, ‘માઁ મોગલ’ ને લાપસી અતિપ્રિય છે.

ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે, લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગુડા ધામમાં ‘અન્નક્ષેત્રની’ સેવા પણ ઉપલબ્ધ છે. માઇ દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે. ભક્તો અહીં માતાજીને 16 શણગાર અર્પણ કરે છે. જેને “તરવેડાનો “(માતાજીને ચઢાવવામાં આવતી ભેટ) એક ભાગ કહેવાય છે.

ભગુડામાં આવતા માઇ ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો, માતાજી દૂર કરે તે માટે “તરવેડા” માનતા હોય છે. ‘તરવેડો’ એટલે એક પ્રકારની માનતા. જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે. જયારે પોતાની માનતા પૂર્ણ થાય, ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે.  ઉપરાંત દર વર્ષ વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમ પૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. જેમા લાખો લોકો શ્રધ્ધાભેર સામેલ થાય છે પ્રતિ વર્ષ ચૈત્ર માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરવામાં આવે છે. આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે. આ જગ્યા ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી બળતણ તેમજ તમામ વાસણોની સુવિધા વિનામુલ્યે પુરી પાડવામાં આવે છે અહી યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર રોજ ૨૪ કલાક શરૂ રહે છે.

આવાસ માટે પણ ૨૦ ઓરડાઓ અને બે મોટા હોલની પણ વ્યવસ્થાઓ છે ઉપરાંત સૌ યાત્રાળુઓ માટે સતત ચા-પાણીની વ્યવસ્થાઓ પણ શ્રી માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ, ભગુડા દ્વારા પુરી પાડવામાં આવે છે. મંદિર ૨૪ કલાક ખુલ્લુ રહે છે. અહી સંસ્થા દ્વારા કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી કોઈ ભુવા નથી. કોઈને દોરા-ધાગા આપવામાં આવતા નથી. નોંધનિય છે કે ભગુડા ગામે સને ૧૯૯૭માં માતાજીનું શિખરબંધ નૂતન મંદિરનું નિર્માણ થયુ હતું જેની પ્રતિષ્ઠા વિધિ વૈશાખ સુદ ૧૨નાં દિવસે યોજાઈ હતી જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમ પૂર્વક છેલ્લા ૨૦ વર્ષથી ધર્મમય માહોલમાં યોજાય છે.
બાપુની ખાનદાની

બાપુની ખાનદાની

બાપુની ખાનદાની
સૂરજ નારાયણ લાંબી માથાકૂટમાં ઊતર્યા વગર રોંઢાવેળાના તપારાને રથના ભંડકિયામાં હજી નાખતા હતા ત્યારે જ એક મહેનતકશ, નરવો ચીભડા જેવો ખેડૂત એના ખેતરના ખળામાં એકાએક ઢળી પડ્યો…અને ખાખી પહેરવેશનો કોક અમલદાર ઘોડો દોડાવીને દૂર દૂર જતો રહ્યો! ઘટના બની મહુવા તાલુકાના બેલમપર ગામના સીમાડે…

‘અરે,એ છોકરાંવ!’ ખેતરમાં કામ કરતી ખેડૂતની ઘરવાળીએ ફાટતી આંખે એ જોયું અને છોકરાંઓને આંગળીએ વળગાડીને ખળા તરફ દોડી,‘અરે રામ!છોકરાંવ!તમારો બાપો પડી ગયો…’ અને દૂર દૂર દોડે જતા ઘોડાની ઊડતી ખેપટ બાજુ રાતી આંખ કરીને પટલાણી ઊખળી ગઇ,‘ભમરાળો ઇ ફોજદાર ઘોડો લઇને આયો’તો,કાં તો મારથી… કાં તો બીકથી…!’ અને મુઢ્ઢીઓ વાળીને બાઇ ધણી પાસે આવી પહોંચી. ખળાની પાળીએ મૂકેલી ભંભલીમાંથી ટાઢું પાણી લઇને એણે પતિના માથા પર છાંટ્યું… પછી સાડલાના છેડાથી ‘વાહર’ નાંખ્યો…‘શું થયું?’

થોડી વારે ધણીએ આંખ ઉઘાડી એટલે ઘરવાળી રૂંધાતા સાદે બોલી:‘કામ કરતા કરતા પડી કેમ ગયા?’ ‘ફેર ચડ્યા…!’ આદમી હતાશ સ્વરે બોલ્યો:‘આંખે લીલાં પીળાં દેખાયાં…’ બાઈ વળી પૂછી રહી: ‘કોઇ દી’નૈ ને આજ શાનાં ફેર ચડ્યાં…?’ રોયો ફોજદાર એનો ઘોડો લઇને આવ્યો’તો, એણે જુવાર…માગી. આ ઢગલામાંથી અરધો અરધ…’ ખેડૂતે જુવારના ઢગલા સામે જોયું… ‘અરધો અરધ!’ બાઇની આંખો રાતી થઇ: ‘આ જમીન અને કૂવાનો ધણી તો ભાવનગરનો રાજા છે.

ફોજદાર આવ્યો’તો કોસ હાંકવા?’ ‘પણ ઇ તો રાજના માણાંહ કહેવાય…’ ખેડૂતે થોડો શ્વાસ ખાધો: ‘મને કહે કે આમાંથી તારે અરધી જુવાર આપવી પડશે. કાલ બપોરે હું ગાડી લઇને ભરવા આવીશ.’ ‘ભરવા સોંતે આવશે?એની સારું?’ ‘ના. રાજ સારું. રાજ માગે છે….’ ‘રાજ માગે છે?રાજનો ધણી તો બાપુ કૃષ્ણકુમાર છે…ઇ આપણા જેવા ગરીબ પાસેથી જુવાર માગે? બાપુ કૃષ્ણકુમાર તો ધરમરાજાનો અવતાર છે. આ દુકાળમાં એણે ખેડૂતો, મજૂરોને ગદરવા માટે અન્નના અને નાણાંના ભંડાર ખુલ્લા મૂક્યા છે અને આપણી રાંકની જુવાર લ્યે?’ ‘ફોજદાર કહે છે…’ ‘બાઇએ દાંત કચકચાવ્યા.’ એનું બટકું જાય…! રોયાનું…! બેલમપર ગામમાં આપણા એકના જ કૂવામાં પાણી હતું. ગામ આખાને પાયું અને વધ્યું એની જુવાર કરી… આખું કુટુંબ કામ કરીને તૂટી ગયું, તઇં બે કળશી જુવાર થઇ… છોકરાંની માંડ અરધા વરસની ‘ચણ’ થઇ છે…ઇ કાળમુખો જુવાર લેવા આવે તો ખરો?મારાં જણ્યાં ભૂખે મરે ને ઇ જુવાર લઇ જાય?’ બાઇની બત્રીસી કણહળી:‘કાચે કાચો ખાઇ જાઉં,ઇ પિટયાને…’

‘ધીમે બોલ્ય.’ ‘ધીમે શું કામ બોલું?ભાવનગરનો રાજા જાગતો રાજા છે… એની પાંહે જઇને રાવ કરીશ એટલે આખા રાજમાં સંભળાશે…’ અને ગોપનાથ મહાદેવ તરફ હાથ લાંબો કરીને બાઇ બોલી: ‘ગામના મુખી કેં’તાતા કે બાપુ કૃષ્ણકુમાર,ગોપનાથને બંગલે આવ્યા છે…હું ઇયાં જાશ…બાપુને મોઢેમોઢ વાત કરીશ….તમે તો ફસકી ગયા…’ બાઇએ હોઠ કાઢયા: ‘સાવ મારી નણંદ જેવા થઇને ઊભા રિયા…!’ ‘વાંકાં બોલ્યમા…હું જ બાપુ પાસે જાઉં છું.’ ખેડૂત હવે ચાનકે ચડ્યો…‘હા…જાવ…!બાપુ તો દયાળુ છે અને આપણાં જેવાં…ખેડુમજૂરની વાત સૌ પરથમ સાંભળે છે. હરમત રાખીને ઉપડો….ભાવનગરના રાજા તો રૈયતના રખેવાળ છે…જરીકેય મૂંઝાયા વગર, તલેતલની વાત કરજયો…’ અને પળ પહેલાં હરેરીને હારણ થઇ ગયેલો કૃષક, કડેહાટ થઇ ગયો.

ગોપનાથના દરિયા ઉપર ઊભું ઊભું મોંસૂંઝણું વિચારતું હતું કે ક્યાં થઇને હવે ઘરભેગા થવું? ઉષા તો હમણાં આવશે. ‘બરાબર એ વેળાએ બંગલાની કેડી ઉપર ઊંચા ગજાનો, ગોરા,ઊજળા, રુઆબદાર ચહેરાનો એક આદમી, વહેલી પ્રભાતે ફરવા નીકળ્યો છે. હાથમાં સોનેરી મૂઠની લાકડી. માથા પર રૂંછાવાળી ટોપી અને લાંબી લાંબી ડાંફોથી આગળ વધે છે પણ એકાએક અટકી જાય છે… ફરવા જવાની કેડી ઉપર ખેડુ વરણનો એક આદમી,નધણિયાતી ગાંસડીની જેમ પડ્યાં જેવું બેઠો છે…ભળકડે ફરવા નીકળેલ આદમીનાં ચરણ રોકાઇ ગયાં…અને પેલાને ટપાર્યો…’ કોણ બેઠો છે,ભાઇ?’ ‘હું…હું…’ પેલા બેઠાડુ આદમીની જીભે લોચા વાળ્યા…એ કાંક કહેવા માગતો હતો પણ અંધારામાંય પ્રભાવક લાગતા આ આદમીને જોઇને ડરી ગયો…!

‘હં…બોલ ભાઇ!મૂંઝાશમાં…’ ફરવા જનારે ગરવાઇથી પૂછ્યું:‘અત્યારમાં અહીં કેમ બેઠો છે?’ ‘મારે બાપુને મળવું છે…’ ‘કૃષ્ણકુમારને?’ ‘હા બાપા!’ ‘કાંઇ કામ છે?ક્યાંથી આવ છ?’ ‘મહુવા પરગણાના બેલપર ગામથી…હું રાજનો ખેડુ છંવ…મારે બાપુને વાત કરવી છે…’ ગાંસડી જેવો માણસ થોડો હરમતમાં આવ્યો:‘આખી રાત હાલ્યો તંઇ આય પોગ્યો. મેં સાંભળ્યું છે કે બાપુ બંગલે છે. હું અરજ કરવા આવ્યો છું…’ ‘ભલે ચાલ…’ પેલા ફરવા જનારે પાછા પગ ઉપાડ્યા…ફરવાનું માંડી વાળ્યું…! ખેડૂત થોડો ગભરાણો:‘ક્યાં લઇ જાશો!’ ‘બાપુ પાસે…’ કદાવર જણ હસ્યો:‘તારે બાપુને મળવું છે ને?’ ‘હા,બાપા!બાપુ મળે તો ભારે કામ થાય. હું ક્યાંથી ઠેઠ આવ્યો છું?’ ‘બાપુ અહીં જ છે અને તને જરૂર મળશે…’

પેલા અજાણ્યા પ્રભાવક આદમીએ ખેડૂતને સાથે લીધો…બંગલાની પરસાળમાં આવીને એણે ફરવા જવાના બૂટ ઉતાર્યા…પછી બંગલાની અંદર જતાં જતાં કહ્યું:‘તું બેસજે હોં…બાપુ તને મળવા આવશે…’ ‘જાગ્યા હશે…?’ ‘હાસ્તો…બાપુ જાગતા જ રહે છે…’ ‘બેલમપરના ખેડૂતને હૈયે ટાઢક વળી. બેલમપરથી આંહી લગી પગ તોડ્યાય પરમાણ થયું…! હૈયે ભાવ ઉભરાયો. ઓહો…કેવા એના માણસો…! બચ્ચારો જીવ ફરવા જતો હતો ઇયેય મારી સારું થઇને બંધ રાખ્યું…!ઘરવાળી કહેતી હતી ઇ સોળ આના…! બાપુ તો દયાનો અવતાર જ હશે ને? નીકર રાજના આ માણાહ…! નથી મારી હાર્યે કાંઇ ઓળખાણ પાળખાણ છતાં મને સાથે લીધો. માનથી આંહી બેહાડ્યો…’ ‘બોલ ભાઇ!’ ખેડૂતની વિચારમાળા તૂટી…જોયું તો ફરવા જનાર આદમી માથા પર સાફો મૂકીને,સામે આવીને ખુરશી પર બેઠો….‘તમે…!’ ખેડુ વળી પાછો લોચો-પોચો થયો.

‘હું કૃષ્ણકુમાર…! બોલ ભાઇ,શું વાત છે?’ ‘બાપુ!ફોજદાર…’ અને કૃષક એકાએક ધ્રૂજવા માંડ્યો…હોઠ કોરા થઇ ગયા…કંપવા માંડ્યા…‘જો ભાઇ!કોઇ પણ જાતની બીક રાખ્યા વગર વાત કર…મૂંઝાશમાં….’ ખેડૂત ધ્રુસકે ધ્રુસકે રોઇ પડ્યો…અને રોતાં રોતાં એણે માંડીને વાત કરી…રાજવીનો ચહેરો તપેલા ત્રાંબા જેવો લાલ થયો અને વીર થઇને મહુવા તરફ મંડાયો… ટેબલ પરની ઘંટડી વગાડી… બંગલામાંથી સેક્રેટરી હાજર થયો… કોરો કાગળ અને કલમ મંગાવ્યાં અને પોતાના હાથે જ ફોજદારને દેખત કાગળે છુટ્ટો કરવાનો હુકમ લખ્યો… સહી કરી. રાજની મહોર લગાવી.અને સેક્રેટરીને આદેશ આપ્યો:‘આ ખેડૂતને આપણી ગાડીમાં બેસાડીને એની સાથે,એના ગામ જાઓ…વાતને ચકાસો અને પછી તુરત અમલ કરો…’ ‘જી…!’ ‘અને જુઓ,આમની વાડીએ જાજયો. ફોજદાર જુવાર લેવા આવશે જ. કદાચ વહેલા આવે તો રાહ જોશો.એને નોકરીમાંથી ફારેગ કર્યાનો આ હુકમ આપજો… રાજનો ઘોડો અને બેઇજ બકલ લઇ લેજયો…’

બપોર થવાને થોડી વાર હતી. બેલમપરની વાડીએ બાઇ અને છોકરાં ગોપનાથની દિશામાં જોઇને વિમાસતાં હતાં.એ જ વખતે ફોજદાર બળદગાડી લઇને આવ્યો…! ફોજદાર કંઇપણ હુકમ કરે એ પહેલાં તો દૂર દૂરથી મોટર ગાજવાનો અવાજ આવ્યો… મોરલાં બોલ્યા. ધૂળના ગોટા ઊડ્યા અને જોતજોતામાં ખેતરો વટાવતી, આંકવા લેતી મોટરકાર વાડીના શેઢે આવીને ઊભી રહી…! હરખઘેલો બનેલો ખેડૂત ઠેકડો મારીને ગાડીમાંથી ઊતર્યો. બૈરી અને છોકરાં હરખતી આંખે એને વીંટળાઇ વળ્યાં…! રાજની ગાડી જોઇને ફોજદાર સાહેબના ડોળા છાશપાણી થઇ ગયા… હવે ભાગીને ક્યાં જવું! સાડાત્રણ કાંકરી ભેગી થઇ ગઇ’તી…! ‘લો…ફોજદાર સાહેબ!’ રાજના સેક્રેટરીએ મહારાજા સાહેબનો હુકમ ફોજદારને આપ્યો:‘ઘોડો અને બેઇજ બકલ સુપરત કરો…પછી ચાલતા થાઓ…ગરીબનાં હાંલ્લાં ફોડવા તમને રાજે રાખ્યા’તા…? જાઓ…’ ફોજદાર સાહેબ નોકરી વગરના થઇને ચાલતા થયા. બેલમપર ગામમાં આ વાતની જાણ થઇ અને હરખેભર્યું ગામેડું વાડીએ ઊમટયું… સૌએ મહારાજા કૃષ્ણકુમારનો જય જયકાર કર્યો. (સત્ય ઘટના)
☆હિરલબા ની રચના☆

☆હિરલબા ની રચના☆

☆હિરલબા ની રચના☆

ઉગીને આથમ્યો સતયુગ નો સૂરજ ઇ કળિયુગ ના ભૂંડા એંઘાળ ..!!

હવે જાગો સંતાનો આ નિંદર ને ત્યાગો તો ઉગે સતયુગ નો રે ભાણ..!
બાળ હવે જાગો ચારણ ના સંતાન .!
હો બાળ હવે જાગો ક્ષત્રિય ના સંતાન ..!!

સાથક, શુરવીર , શકિત ના ઉપાસક ઇ ચારણ ના જાગો સંતાન..!
જાગો દિલ ના દિલાવર દાનેશ્ર્વર ટેકીલા તમે ક્ષત્રિય ના સૂરીલા સંતાન ..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન ..!
બાળ હવે જાગો સતીયું ના સંતાન..!!

હોંશે જે કુળ માં જન્મતી જોગમાયા ઇ આયુ ના જાગો સંતાન..!
જાગો સતીયુ ના ખોળે ખેલીને ધાવેલા તમે ક્ષત્રિય ના સૂરીલા સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

ત્રાગા,ધરણાં ના ચાચર ના ચડેલા ઇ ધર્મીલા ચારણ ના સંતાન..!
જાગો ગૌ બ્રાહ્મણ, નારી ની રક્ષા ના રસીયા ક્ષત્રિય ના સૂરીલા સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

જેણે ધાબડીયે ઢાંકી અટકાવેલો સૂરજ ઇ આવળ ના જાગો સંતાન..!
જાગો સતીયે પારણીયેં પોઢાડયા પરમેશ્વર થી  એ અનસૂયા ના સૂરા રે સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

જેને અસુમો ઉથાપી ને હેમાળે હાલેલી નાગલ ના જાગો સંતાન..!
જાગો શીયળ ની સાથે અગ્નિ માં હોમાયેલી રાણપ ના સૂરીલા સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

અધર્મ અનીતિ અન્યાયો  અટકાવ્યાં ઇ કરણી ના જાગો સંતાન..!
જાગો વગડે વીચરેલી અગ્નિ માં પરખાયેલી દેવી સીતા ના સૂરીલા સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

અકબર ના દરબારે કડવા કહેનારા દુર્શાજી ના જાગો સંતાન..!
જાગો ભોમકા ની કાજે રણવગડે રખડનારા રાણા ના સૂરા સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

સાંયાજી ઝુલા ને ઇશરા પરમેશ્રા ને માવલ ના જાગો સંતાન..!
હે જાગો ડુંગર નો ઉંદર થઇ દુશ્મન ડરાવ્યાં એ શીવાજી ના સૂરીલા સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

આવા ડાયરા ની ધેલી પુસ્તક માં મૂંઝાણી ઇ સરસ્વતી ના સૂરા સંતાન..!
જાગો સિંદૂર માં ઢાંકેલી વાતો સંભળાવે ઇ પાળીયા ના સૂરા રે સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

તમે પીલ્યો કટોરો  ચારણવટ અમલ થી ભરેલો ચારણ ના સંતાન..!
જાગો ક્ષત્રિવટ ઘાટો અમલ ને ગટગટાવો ને ક્ષત્રિય ના સૂરીલા સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

સતબાઇ આપે સતયુગ નો સંદેશો સાંભળજો દેવો ના સંતાન..!
જાગો હિરલ ના હોંકારે ઉઠો પડકારે પૃથુ ના પનોતા સંતાન..!!

બાળ હવે જાગો શકિત ના સંતાન..!!
બાળ હવે જાગો સતીયુ ના સંતાન..!!

સુપ્રભાત
જય માઁ સોનલ
આપનો દિવસ શુભ રહે...
शूरवीर राजपूत योद्धाओं के 11 महान सत्य

शूरवीर राजपूत योद्धाओं के 11 महान सत्य

शूरवीर राजपूत योद्धाओं के 11 महान सत्य

🔘 1. चित्तौड़ के जयमाल मेड़तिया ने एक ही झटके में हाथी का सिर काट डाला था ।

🔘 2. करौली के जादोन राजा अपने सिंहासन पर बैठते वक़्त अपने दोनो हाथ जिन्दा शेरों पर रखते थे ।

🔘 3. जोधपुर के जसवंत सिंह के 12 साल के पुत्र पृथ्वी सिंह ने हाथोँसे औरंगजेब के खूंखार भूखे जंगली शेर का जबड़ा फाड़ डाला था ।

🔘 4. राणा सांगा के शरीर पर युद्धोंके छोटे-बड़े 80 घाव थे। युद्धों में घायल होने के कारण उनके एक हाथ नहीं था, एक पैर नही था, एक आँख नहीं थी। उन्होंने अपने जीवन-काल में 100 से भी अधिक युद्ध लड़े थे ।

🔘 5. एक राजपूत वीर जुंझार जो मुगलों से लड़ते वक्त शीश कटने के बाद भी घंटे तक लड़ते रहे आज उनका सिर बाड़मेर में है, जहाँ छोटा मंदिर हैं और धड़ पाकिस्तान में है।

🔘 6. रायमलोत कल्ला का धड़, शीश कटने के बाद लड़ता-लड़ता घोड़े पर पत्नी रानी के पास पहुंच गया था तब रानी ने गंगाजल के छींटे डाले तब धड़ शांत हुआ।

🔘 7. चित्तौड़ में अकबर से हुए युद्ध में जयमाल राठौड़ पैर जख्मी होने की वजह से कल्ला जी के कंधे पर बैठ कर युद्ध लड़े थे। ये देखकर सभी युद्ध-रत साथियों को चतुर्भुज भगवान की याद आ गयी थी, जंग में दोनों के सर काटने के बाद भी धड़ लड़ते रहे और राजपूतों की फौज ने दुश्मन को मार गिराया। अंत में अकबर ने उनकी वीरता से प्रभावित हो कर जयमाल और कल्ला जी की मूर्तियाँ आगरा के किले में लगवायी थी।

🔘 8. राजस्थान पाली में आउवा के ठाकुर खुशाल सिंह 1877 में अजमेर जा कर अंग्रेज अफसर का सर काट कर ले आये थे और उसका सर अपने किले के बाहर लटकाया था, तब से आज दिन तक उनकी याद में मेला लगता है।

🔘 9. महाराणा प्रताप के भाले का वजन सवा मन (लगभग 50 किलो ) था, कवच का वजन 80 किलो था। कवच, भाला, ढाल और हाथ में तलवार का वजन मिलाये तो लगभग 200 किलो था। उन्होंने तलवार के एक ही वार से बख्तावर खलजी को टोपे, कवच, घोड़े सहित एक ही झटके में काट दिया था।

🔘 10. सलूम्बर के नवविवाहित रावत रतन सिंह चुण्डावत जी ने युद्ध जाते समय मोह-वश अपनी पत्नी हाड़ा रानी की कोई निशानी मांगी तो रानी ने सोचा ठाकुर युद्ध में मेरे मोह के कारण नही लड़ेंगे तब रानी ने निशानी के तौर पर अपना सर काट के दे दिया था। अपनी पत्नी का कटा शीश गले में लटका कर मुग़ल सेना के साथ भयंकर युद्ध किया और वीरता पूर्वक लड़ते हुए अपनी मातृ भूमि के लिए शहीद हो गये थे।

🔘 11. हल्दी घाटी की लड़ाई में मेवाड़ से 20000 सैनिक थे और अकबर की ओर से 85000 सैनिक थे। फिर भी अकबर की मुगल सेना पर राजपूत भारी पड़े थे।

जय भवानी
जय क्षात्र धर्म
कविवर बारोट श्री चंद बरदाई

कविवर बारोट श्री चंद बरदाई

कविवर बारोट श्री चंद बरदाई

जन्म ज्येष्ठ वद द्वादशी विक्रम संवत 1205 सन् 1148 लाहौर पाकिस्तान

बलिदान महा सुद पंचमी (वसंत पंचमी) विक्रम संवत 1249 सन् 1191 गज़नी

हिन्दी साहित्य के वीर गाथा कालीन कवि तथा पृथ्वीराज चौहानके मित्र थे। उन्होंने अपने मित्र का अन्तिम क्षण तक साथ दिया।

जीवनी

चंदबरदाई का जन्म लाहौर में हुआ था, वह जाति से बारोट ( भाट ) थे । बाद में वह अजमेर-दिल्ली के सुविख्यात हिंदू नरेश पृथ्वीराज के सम्माननीय सखा, राजकवि और सहयोगी हो गये थे। इससे उसका अधिकांश जीवन महाराजा पृथ्वीराज चौहानके साथ दिल्ली में बीता था। वह राजधानी और युद्ध क्षेत्र सब जगह पृथ्वीराज के साथ रहे थे। उसकी विद्यमानता का काल 13 वीं शती है। चंदवरदाई का प्रसिद्ध ग्रंथ "पृथ्वीराजरासो" है। इसकी भाषा को भाषा-शास्त्रियों ने पिंगल कहा है, जो राजस्थानमें ब्रज भाषाका पर्याय है। इसलिए चंदवरदाई को ब्रजभाषा हिन्दीका प्रथम महाकवि माना जाता है।

'रासो' की रचना महाराज पृथ्वीराज के युद्ध-वर्णन के लिए हुई है। इसमें उनके वीरतापूर्ण युद्धों और प्रेम-प्रसंगों का कथन है। अत: इसमें वीर और श्रृंगार दो ही रस है। चंदबरदाई ने इस ग्रंथ की रचना प्रत्यक्षदर्शी की भाँति की है अंत: इसका रचना काल सं. 1220 से 1250 तक होना चाहिए। विद्वान 'रासो' को 16वीं अथवा उसके बाद की किसी शती का अप्रमाणिक ग्रंथ मानते हैं। हिन्दी के पहले कवि चंदबरदाई को हिंदी के पहले कवि और उनकी रचना पृथ्वीराज रासो को हिंदी की पहली रचना होने का सम्मान प्राप्त है।पृथ्वीराज रासो हिंदी का सबसे बड़ा काव्य-ग्रंथ है। इसमें 10,000 से अधिक छंद हैं और तत्कालीन प्रचलित 6 भाषाओं का प्रयोग किया गया है। इस ग्रंथ में उत्तर भारतीय क्षत्रिय समाज व उनकी परंपराओं के विषय में विस्तृत जानकारी मिलती है, इस कारण ऐतिहासिक दृष्टि से भी इसका बहुत महत्व है। वे भारत के अंतिम हिंदू सम्राट पृथ्वीराज चौहान तृतीय के मित्र तथा राजकवि थे। पृथ्वीराज ने 1165 से 1192 तक अजमेर व दिल्ली पर राज किया। यही चंदबरदाई का रचनाकाल भी था।

गोरी के वध में सहायता

इनका जीवन पृथ्वीराज के जीवन के साथ ऐसा मिला हुआ था कि अलग नहीं किया जा सकता। युद्धमें, आखेट में, सभा में, यात्रा में, सदा महाराज के साथ रहते थे और जहाँ जो बातें होती थीं, सब में सम्मिलित रहते थे। यहां तक कि मुहम्मद गोरी के द्वारा जब पृथ्वीराज चौहान को परास्त करके एवं उन्हे बंदी बना करके गजनी ले जाया गया तो ये भी स्वयं को वश मे नही कर सके एवं गजनी चले गये। ऐसा माना जाता है कि कैद मे बंद पृथ्वीराज को जब अन्धा कर दिया गया तो उन्हें इस अवस्था में देख कर इनका हृदय द्रवित हो गया एवं इन्होंने गोरी के वध की योजना बनायी। उक्त योजना के अंतर्गत इन्होंने पहले तो गोरी का हृदय जीता एवं फिर गोरी को यह बताया कि पृथ्वीराज शब्द भेदी बाण चला सकता है। इससे प्रभावित होकर मोहम्मद गोरी ने पृथ्वीराज की इस कला को देखने की इच्छा प्रकट की। प्रदर्शन के दिन चंद बरदायी गोरी के साथ ही मंच पर बैठे। अंधे पृथ्वीराज को मैदान में लाया गया एवं उनसे अपनी कला का प्रदर्शन करने को कहा गया। पृथ्वीराज के द्वारा जैसे ही एक घण्टे के ऊपर बाण चलाया गया गोरी के मुँह से अकस्मात ही "वाह ! वाह !!" शब्द निकल पड़ा !

बस फिर क्या था चंदबरदायी ने तत्काल एक दोहे में पृथ्वीराज को यह बता दिया कि गोरी कहाँ पर एवं कितनी ऊँचाई पर बैठा हुआ है। वह दोहा इस प्रकार था

चार बाँस चौबीस गज , अंगुल अष्ट प्रमान !

ता ऊपर सुल्तान है , मत चूके चौहान !!

इस प्रकार चंद बरदाई की सहायता से पृथ्वीराज के द्वारा गोरी का वध कर दिया गया। इनके द्वारा रचित पृथ्वीराज रासो हिंदी भाषा का पहला प्रामाणिक काव्य माना जाता है।

शत शत नमन महान कविवर को

जय माताजी जय हिन्द !

"પાંચાળીનો પોકાર !!!!"

"



પાંચાળીનો પોકાર !!!!"

શું બેઠા તમે હું તો શરમાઉં છું
થાંભલા આભના પુત્રવધૂ થાઉં છું
અધર્મી સભામાં બહુ અકળાઉં છું
પાંચ ધાર્યા પછી હવે પસ્તાઉં છું

પાપીઓ આમ આ ચોટલો પકડશે
ધક્કા દઈ આમની તેમની ઢરડશે
પાંડવો પાપણો ઢાળીને પરખશે
નો'તી ખબર આવા નમલા નીવડશે

અકલ જાતી રહી સભાસદ આપની
પુરી ભરાણી ઘડી શું પાપની
બુદ્ધિ મારી ગઈ વયોવૃદ્ધ બાપની
કે ઘડી આવી શું અજબ ઉત્પાતની !

ભારેલો અગ્નિ ઓચિંતો ભભુકશે
વાગડદો વાગડદો બુંગિયા વગડશે
અટંકા વીરલા જંગમાં ઊપડશે
ભેળું કરેલું આ કોણ ભોગવશે !

કાચ ફુટ્યા પછી કહો શુ સાંધવું !
કમર ભાંગ્યા પછી હોય શું કામવું !
રહે નય ખાનારૂં પછી શું રાંધવું !
બાપનું કરીને ભેળું શું બાંધવું !

સમજી જવાય તો હજી પણ સાર છે
અલ્પ છે રોગ ત્યાં સુધી ઉપચાર છે
લાગતો હોય આ જુઠ્ઠો પ્રચાર છે
તો વાર ઝાઝી નથી મેદાન તૈયાર છે

 રચનાકાર:-
   . પિંગળશીભાઈ ગઢવી
બારોટજીનું આગમન

બારોટજીનું આગમન




Barot Ni Kalme



બારોટજીનું આગમન

.                              હજુ પચીસ-ત્રીશ વર્ષ પહેલાં તો સમાજના દરેક કુટુંબોમાં બારોટજીનું આગમન થાય અને ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ થઈ રહે. ડેલીઓથી જ બારોટજી આશીર્વાદ આપતાં આપતાં પ્રવેશ કરે. સરસ મજાની ઘોડી હોય‚ માથે આંટિયાળી પાઘડી ને ગળામાં રૂદ્રાક્ષના પારાની ત્રણચાર માળાયું પડી હોય‚ ખંભે વંશાવળીના ટીપણાનો લગભગ ત્રણેક ભારનો ખડિયો લટકતો હોય‚ એક હાથમાં હોકો પકડ્યો હોય‚ બીજા હાથમાં ચાંદીની મૂઠવાળી લાકડી કે રૂપકડી દેશી સિતાર ઝાલી હોય અને ભલકારા કરતાં બારોટજીનો પ્રવેશ થાય…


‘ચોરાશી ચારણ્યું‚ નવ કોટિ મારવાડણ્યું‚

બરડાના બેટની‚ પાટણના પાદરની ;

રોઝડાના રેવાસની‚ કળકળિયા કૂવાની‚

તાંતણિયા ધરાની‚ કાછ પાંચાળની ;

અંજાર આંબલીની‚ ગરનારી ગોખની‚

ચુંવાળના ચોકની‚ થાનકના પડથારાની ;

કડછના અખાડાની‚ નવલાખ લોબડિયાળીયું‚

જોગણી માવડિયું તમારા જતન કરે બાપ !…’


 .                               નવા નકોર ઢોલિયા ઉપર મૂંઢા હાથનું નવી આણાંતનું ગાદલું ને ઉપર રેશમી રજાઈ પાથરી બારોટજીને આસન અપાય‚ ઢોલિયે બેસીને બારોટજી ખડિયામાંથી અસર મળવિયા અફીણનો ગાંગડો કાઢે‚ અંજારની પાણીદાર સૂડીએ વાતરીને નાનકડી ખરલમાં ઘૂંટે. ખસરક ઘૂંટે ખસરક ઘૂટાંગ… ખસરક ઘૂટાંગ… ત્યાં તો ગામમાંથી એની હેડીના બીજા યજમાનો ય ‘રામ રામ બારોટજી…!’ બોલતાં આવી પહોંચ્યા હોય.
આ બારોટુ નું માન છે , અને આ સમાજ ની જગત ની સંસ્કૃતી  છે.